રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યો
Live TV
-
4 રમતવીરોને ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઇફ ટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ રમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને આજે રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યો હતો. રમતગમતની પ્રતિભાને ઓળખવા અને સમ્માનિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, નેતૃત્ત્વ, ખેલ ભાવના અને અનુશાસન માટે અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડ જીતેલા બધા ખેલાડીઓને એવોર્ડની સાથે 15 લાખ એનાયત કરવામાં આવશે. સમગ્ર જીવનકાળ દરમિયાન રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવે છે.
આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2022 ભારતીય ટેબલ ટેનીસ ખેલાડી શરદ કમલ અચન્ટાને સન્માનિત કરવામાં આવ્યા હતા. 25 શ્રેષ્ઠ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રમતવીરોમાં બેડમિન્ટનના યુવા સ્ટાર લક્ષસેન, એચ.એસ.પ્રણોઇ, મહિલા બોકસર નિખજ ઝરીન, ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનન, દીપગ્રેસ એક્કા અને પહેલવાન અંશુ મલિકનો સમાવેશ થાય છે. આ વખતે 4 રમતવીરોને ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઇફ ટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અર્જુન એવોર્ડ-2022
પ્રવીણ (વુશુ)
સરિતા (રેસલિંગ)
અંશુ(રેસલિંગ)
શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ)
વિકાસ ઠાકુર (વેઇટ લિફ્ટિંગ)
ઓમપ્રકાશ મીઠારવાલ (શૂટિંગ)
એલાવેનિલ વાલારીવાન (શૂટિંગ)
સાગર કૈલાશ (મલખમ)
નયન મોની (લોન બાઉલ)
સાક્ષી કુમારી (કબડ્ડી)
સુશિલા દેવી (જુડો)
આર પ્રાંગનાનંધા (ચેસ)
ભક્તિ પ્રદીપ કુલકર્ણી (ચેસ)
નિખત ઝરીન(બોક્સિંગ)
અમિત (બોક્સિંગ)
પ્રણય એચ એસ (બેડમિન્ટન)
લક્ષ્ય સેન (બેડમિન્ટન)
અવિનાશ મુકુન્દ (એથલીટ)
એલ્ડોસ પોલ (એથલીટ)
સીમા પુનિયા (એથલીટ)
