વિશ્વ કપ ફુટબોલ સ્પર્ધામાં આજે દક્ષિણ કોરિયા અને પોર્ટુગલ તથા ઘાના અને ઉરુગ્વે વચ્ચે મુકાબલો
Live TV
-
કતારમાં રમાઈ રહેલી વિશ્વ કપ ફુટબોલ સ્પર્ધામાં આજે રમાનારી બે લીગ મેચોમાં દક્ષિણ કોરિયા અને પોર્ટુગલ તથા ઘાના અને ઉરુગ્વે વચ્ચે મુકાબલો થશે. દરમિયાન જર્મનીએ ગઈકાલે કોસ્ટારીકાને 4-2થી પરાજય આપ્યો, આમ છતાં જર્મની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વાલીફાઈ થઈ શક્યું નથી.
બીજી મેચમાં જાપાને સ્પેનને 2-1 ગોલથી પરાજય આપીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અન્ય મેચમાં મોરક્કોએ કેનેડાને 2-1થી જ્યારે ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચેની મેચમાં એક પણ ગોલ નોંધી શકાયો ન હતો અને મેચ ડ્રોમાં પરિણમી હતી. આમ છતાં મોરક્કો અને ક્રોએશિયાએ પણ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
