Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતની મહિલા ટીમે ટેનીસમાં તેલંગણાને2-0થી પરાજય આપીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો 

Live TV

X
  • રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતની મહિલા ટીમે ટેનીસમાં તેલંગણાને 2-0થી પરાજય આપીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત કર્ણાટકે – ઉત્તરપ્રદેશને, તમીલનાડુએ – હરીયાણાને અને મહારાષ્ટ્રે – દિલ્હીને પરાજય આપીને સ્પર્ધાની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાવનગરમાં રમાયેલી નેટબોલની રમતમાં ગુજરાતની પુરુષોની ટીમનો તેલંગણાા સામે પરાજય થયો હતો. ભાવનગરમાં ગુજરાત અને દિલ્હીની ટીમ વચ્ચે કાંસ્યચંદ્રક માટે આજે મુકાબલો થશે. લોન – ટેનીસમાં પશ્ચિમ બંગાળે – આસામ સામે 12-11થી, જયારે ગુજરાતે – મણીપુર સામે 12-10થી વિજય મેળવ્યો હતો. આજ સ્પર્ધામાં દિલ્હીએ – બિહારને 20-9થી હરાવ્યું  હતું. 25 મીટર રેપીડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં હિમાચલ પ્રદેશના વિજય કુમારે ઉત્તરાખંડના અંકુર ગોયલ બાદ બીજુ સ્થાન મેળવ્યું. પુરુષોની 10 મીટર એર રાયફલના કવોલીફીકેશનમાં તમીલનાડુના કાર્તીક સાબરીએ 632.2 અંકો સાથે ટોચનું સ્થાન મેળવ્યું. મહિલાઓની 10 મીટર એર રાયફલ કવોલીફીકેશનમાં કર્ણાટકની તિલોત્તમા સેને 633 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન, જયારે ગુજરાતની એનાવેલીન વલારીવાન 629 પોઇન્ટ સાથે ચોથા સ્થાાને રહી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply