Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય રમતોત્સવ 2022માં ગુજરાતે પુરૂષોની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ફાયનલમાં મહારાષ્ટ્રને હરાવીને પહેલો સુવણ ચંદ્રક પ્રાપ્ત કર્યો

Live TV

X
  • રાષ્ટ્રીય રમતોત્સવ 2022માં ગુજરાતે પુરૂષોની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ફાયનલમાં મહારાષ્ટ્રને હરાવીને પહેલો સુવણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. જ્યારે મહિલાઓ માટેની ડબલ્સ ટેનિસ સ્પર્ધામાં અંકિતા રૈના અને વૈદેહી ચૌધરીની ગુજરાતની જોડીએ મહારાષ્ટ્રની રૂતુજા અને વૈષ્ણવીની જોડીને 6-4, 6-0 થી પરાજય આપી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.

    અગાઉ મહારાષ્ટ્રની ઝીલ દેસાઈએ વૈષ્ણવી અડકર સામે 6-4, 6-2 થી વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ બીજી મેચમાં અંકિતા રૈનાએ મહારાષ્ટ્રની રુતુજાને 6-1, 6-4 થી સીધા સેટમાં પરાજય આપી બાજી બરાબર કરી. ફાઇનલ મેચમાં ડબલ્સમાં અંકિતા રૈના અને વૈદેહી ચૌધરીની જોડીએ રુતુજા અને વૈષ્ણવી સામે 6-4, 6-0 થી મેચ જીતી લઈ 2-1 થી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો. ઉલ્લેખનીય છે કે, નેશનલ ગેમ્સ-2022માં ગુજરાતને આ પાંચમો ગોલ્ડ પ્રાપ્ત થયો છે. ચંદ્રકોની સૂચિમાં હરિયાણા 16 ચંદ્રકો સાથે ટોચના સ્થાને છે. જ્યારે યજમાન હરિયાણાને નવ સુવર્ણ, ત્રણ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક મળ્યા છે.

    જ્યારે શનિવારે ભાવનગર ખાતે રમાયેલી  રાષ્ટ્રીય રમતોત્સવમાં બાસ્કેટબોલ પુરુષ ઓપન કેટેગરીમાં લીગ કક્ષાની રમતમાં તમિલનાડુએ ગુજરાતની ટીમને 96-61 થી માત આપી હતી. કુલ 4 ક્વાર્ટરમાં રમાયેલી મેચમાં તમામ ક્વાર્ટરમાં તમિલનાડુએ જીત મેળવી હતી. પહેલા ક્વાર્ટરમાં તમિલનાડુએ 27-16 બીજામાં 20-11, ત્રીજામાં 24-23 અને ચોથા ક્વાર્ટરમાં 25-11 થી જીત મેળવી હતી. રાષ્ટ્રીય રમતોત્સવ 2022 ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply