રમત-ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કરાવ્યો ફીટ ઈન્ડિયા ફ્રિડમ રન 3.0નો શુભારંભ
Live TV
-
કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ફીટ ઈન્ડિયા ફ્રિડમ રન 3.0નો શુભારંભ કરાવ્યો છે.
ફિટનેસને આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી દ્વારા 29મી ઓગસ્ટ, 2019ના રોજ ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. ચળવળનું ધ્યેય વર્તનમાં પરિવર્તન લાવવાનું અને વધુ શારીરિક રીતે સક્રિય જીવનશૈલી તરફ આગળ વધવાનું છે. આ મિશનને હાંસલ કરવા માટે, ફીટ ઈન્ડિયાના ઉદ્દેશ્ય નીચે મુજબના છે,
- ફિટનેસને સરળ, મનોરંજક અને મફત તરીકે પ્રમોટ કરવા
- ધ્યાન કેન્દ્રિત ઝુંબેશ દ્વારા ફિટનેસ અને વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવવા
- સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપવું
- ફિટનેસ દરેક શાળા, કોલેજ/યુનિવર્સિટી, પંચાયત/ગામ વગેરે સુધી પહોંચે તે માટે
- ભારતના નાગરિકો માટે માહિતી શેર કરવા, જાગરૂકતા લાવવા અને વ્યક્તિગત ફિટનેસ વાર્તાઓની વહેંચણીને પ્રોત્સાહિત કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવું
અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે સ્વચ્છતા ફિટનેસ પર જાગૃતતા વધી છે. તેમજ આજે દેશના યુવાનો ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 3.0 સાથે લોંગ રનમાં પણ ભાગ લઈ રહ્યા છે.
