જીમ્નાસ્ટીકમાં ગૌરવ કુમાર અને પ્રણતી દાસે પ્રથમ ક્રમે વિજેતા
Live TV
-
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીકની સ્પર્ધા ચાલી રહી છે. સ્પર્ધાના બીજે દિવસે સવારના પ્રથમ સત્રમાં પુરુષોની આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક - વ્યક્તિગત ની ઓલ રાઉન્ડ અંતિમ સ્પર્ધાઓ યોજાઇ હતી. તેમાં સર્વીસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડની ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. આ ટીમના ગૌરવ કુમાર ૭૭.૧૩૫ ના અંક સાથે પ્રથમ અને દેબાંગ ડે ૭૬.૪૩૨ ના અંક સાથે બીજા સ્થાને વિજેતા થયા હતા.જ્યારે ઉત્તર પ્રદેશની ટીમના સિદ્ધાર્થ વર્મા તૃતીય સ્થાને વિજેતા થયાં હતા. બપોર પછીના સત્રમાં મહિલા આર્ટિસ્ટિક જીમ્નાસ્ટીક ની વ્યક્તિગત સ્પર્ધાઓ યોજાઈ હતી.
તેમાં પશ્ચિમ બંગાળની મહિલા ખેલાડીઓ પ્રણતી દાસે ૪૫.૩૫ ના અંક થી સુવર્ણ ચંદ્રક અને પ્રણતિ નાયકે ૪૨.૦૫ ના અંક થી રજત ચંદ્રક અંકે કર્યો હતી.જ્યારે મહારાષ્ટ્રની ઈશિતા રેવાલે રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને ૪૧.૮૦ ના અંક થી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
