ભારતીય ક્રિકેટ ટીમે બીજી T20માં દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવી 2-0 થી સરસાઇ મેળવી
Live TV
-
વર્ષ 2010 બાદ ભારતે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને ઘરેલું T20માં હરાવ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમે બીજી T20માં દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 થી સરસાઇ મેળવી છે. ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરીને 237 રન કર્યા હતાં. દક્ષિણ આફ્રિકાની ટીમ 221 રન જ કરી શકી હતી. વર્ષ 2010 બાદ ભારતે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને ઘરેલું T20માં હરાવ્યું છે. ભારતે આ 20 ઓવરની મેચમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 178 રન બાઉન્ડ્રી ફટકારીને લીધા હતાં. જ્યારે દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 47 બોલમાં 8 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 106 રન જ્યારે ડી-કોકે 48 બોલમાં 69 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજે બે વિકેટો ઝડપી હતી. ભારત તરફથી અર્શદીપસિંઘે બે વિકેટો ઝડપી હતી. કે.એલ. રાહુલને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલી, T20 મેચોમાં 11 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. કોહલીએ માત્ર 354 T20 મેચો રમી આ સિદ્ધિ મેળવી છે. આ સાથે સૂર્યકુમાર યાદવ T20 મેચમાં સૌથી ઝડપી હજાર રન પૂરા કરનાર ત્રીજા ભારતીય ખેલાડી બન્યા છે. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ આવતીકાલે ઇન્દોર ખાતે રમાશે.
