આજે ભારતને T-20 મેચ જીતવાની શક્યતા
Live TV
-
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલ ટી-20 મેચની ત્રીજી અને છેલ્લી મેચ આજે ઇન્દોરમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ગત બંને મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. પ્રથમ બે મેચ જીતેલી ભારતીય ક્રિકેટ ટીમ આજે ટુર્નામેન્ટમાં ક્લીન સ્વીપના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને આઠ વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ભારતીની 16 રને જીત થઇ હતી.
જ્યારે બાંગ્લાદેશના સિલહટમાં રમાતી મહિલા એશિયા કપની ત્રીજી મેચમાં ભારતીય ટીમ સંયુક્ત અરબ અમિરાત સામે રમશે. આ ટુર્નામેન્ટમાં મહિલા ટીમે બે મેચ રમી છે, આ બન્ને મેચમાં ભારતીય મહિલા ટીમને જીત મળી છે.
