રોક્લો વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રધાનમંત્રીએ પાઠવ્યા અભિનંદન
Live TV
-
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી દેશ અને દુનિયામાં યોજાતા આયોજનો અને રમતગમતના કાર્યક્રમો પર રોક લાગી ગઈ હતી.કોરોનાનો પ્રભાવ ઘટતા રામતગમત અને વાર્ષિક યોજાતા કાર્યક્રમોનું ફરી આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓલિમ્પિકમાં ભારતનું ઉત્તમ પ્રદર્શન રહ્યું હતું.વિશ્વકક્ષાએ ભારતનો ડંકો વાગ્યો હતો.રોક્લોમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં પણ ભારતે કાઠું કાઢ્યું હતું અને 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા હતા.તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોક્લોમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીતવા માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું કે,"રોક્લોમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીતીને આપણને ગૌરવ અપાવ્યું છે. આપણી ટીમને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. આ સફળતા વધુ યુવાનોને તીરંદાજી કરવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરિત કરે. "
