Skip to main content
Settings Settings for Dark

લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે ઈંગ્લેન્ડને 151 રનથી પરાજય આપ્યો, ભારત 1-0થી આગળ

Live TV

X
  • લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે પાંચ મેચની સીરિઝમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ 5 સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટના રોજ રમવામાં આવશે.

    લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે ઈંગ્લેન્ડને 151 રનથી પરાજય આપ્યો છે. પાંચ મેચની સીરિઝમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. આ ટેસ્ટ સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતે ઈંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો, અને ઈંગ્લેન્ડ માત્ર 120 રન કરી શક્યું હતું. મોહમ્મદ સિરજે 4 વિકેટ, જસપ્રીત બુમરાહે 3 વિકેટ, ઈશાંત શર્માએ 2 વિકેટ અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી. પ્રતિષ્ઠિત લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમે ત્રીજી વાર જીત મેળવી છે. જેની સાથે વિરાટ કોહલી ત્રીજા ભારતીય કેપ્ટન બની ગયા છે અને ભારતીય ટીમે જીત મેળવી છે. આ પહેલા કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે આ ગ્રાઉન્ડ પર જીત મેળવી હતી. વર્ષ 1986માં કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ ભારતે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર જીત મેળવી હતી. જેના 28 વર્ષ બાદ વર્ષ 2014માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે જીત મેળવી હતી. હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઈંગ્લેન્ડને હરાવીને જીત મેળવી છે. આ 5 સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટના રોજ રમવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply