Skip to main content
Settings Settings for Dark

લદ્દાખ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ચોથી આવૃત્તિના પ્રથમ ભાગની યજમાની કરવા સજ્જ

Live TV

X
  • લેહ ખાતે 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન સત્તાવાર રીતે શરૂ થનારી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની 4 થી આવૃત્તિના પ્રથમ ભાગનું આયોજન કરવા માટે તૈયાર છે. આ પ્રતિષ્ઠિત રમતોત્સવનું સફળ આયોજન સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સલાહકાર ડૉ. પવન કોટવાલે ગઈકાલે યોજાયેલી બેઠક દરમિયાન એથ્લેટ્સની સુખાકારી માટે માળખાકીય તૈયારી, આવાસ સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા પ્રોટોકોલની તૈયારીની સમીક્ષા કરી હતી.

    2 જી,  ફેબ્રુઆરીએ લેહ ખાતે રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

    ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો અને અંતિમ ભાગ 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે, જેનું આયોજન જમ્મુ અને કાશ્મીર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

    લદ્દાખમાં આઇસ હોકી અને આઇસ સ્પીડ સ્કેટિંગ નામની શિયાળુ રમતોની બે શાખાઓ હરીફાઈ કરવામાં આવશે જ્યારે જમ્મુ અને કાશ્મીર સ્કી પર્વતારોહણ, એપ્લીન સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, નોર્ડિક સ્કી અને ગંડોલા જેવી અન્ય શાખાઓનું આયોજન કરશે.

    લદ્દાખ પ્રથમ વખત ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરી રહ્યું છે અને આ બે રમતગમત ઈવેન્ટ્સમાં 16 રાજ્યોના 600 એથ્લેટ્સનું સ્વાગત કરવા માટે પણ ઉત્સાહિત છે. એનડીએસ સ્પોર્ટ સ્ટેડિયમ, આર્મી આઈસ હોકી રિંક અને સ્પીથુક આઈસ હોકી રિંકમાં જરૂરી વ્યવસ્થાના તમામ ચાવીરૂપ પાસાઓથી ત્રણ સ્થળો વિસ્તૃત રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

    અગાઉ, લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર (નિવૃત્ત) ડૉ. બી ડી મિશ્રા અને એલજી જમ્મુ અને કાશ્મીર મનોજ સિન્હાએ સત્તાવાર રીતે ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ અને માસ્કોટનો લોગો લોન્ચ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
apply