ચેન્નાઈમાં ચાલી રહેલ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનાં 6ઠ્ઠા સંસ્કરણનો આજે છેલ્લો દિવસ
Live TV
-
ચેન્નાઈમાં ચાલી રહેલ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનાં 6ઠ્ઠા સંસ્કરણનો આજે છેલ્લો દિવસ
ચેન્નઈમાં ચાલી રહેલ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2024 નો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર આજે સાંજે 6 વાગ્યે થનાર સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. સ્પર્ધાનાં 6 ઠ્ઠા સંસ્કરણ માં મહારાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રનાં ખેલાડી અત્યાર સુધી 53 સુવર્ણ પદક જીતી પ્રથમ સ્થાન પર છે. હરિયાણા 35 સુવર્ણ પદક જીતી બીજા સ્થાન પર તો તમિલનાડુ 35 સુવર્ણ પદક જીતી ત્રીજા સ્થાન પર છે.