વડોદરાના ડેસરમાં બનશે અત્યાધુનિક સ્પોર્ટ્સ યુનિવર્સિટી
Live TV
-
વડોદરા નજીક સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નિર્માણ થવાથી રાજ્યના રમતવીરોને ફાયદો થશે.
વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૧૩૦ એકર જમીનમાં રૂપિયા 35 કરોડના ખર્ચે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી બનાવવામાં આવશે. આ સ્પોર્ટસ યુનિવર્સિટીનું શિલાન્યાસ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાટ્ય, સંગીત, નૃત્ય અને રમત ક્ષેત્રે પ્રતિભાધારી વ્યક્તિત્વ ધરાવતા લોકોને પ્રતિભા પુરસ્કાર અને સાહિત્યકારોને ગૌરવ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી.
અંકિત ચૌહાણ, વેબ આસિસ્ટન્ટ