વડોદરામાં જુલાઇમાં ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સનું આયોજન : મંત્રી ઇશ્વરસિંહ પટેલ
Live TV
-
માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાથે બરોડા એથ્લેટીક એસો. સાથે મંત્રીએ યોજી બઠેક
વડોદરામાં યોજાનાર ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સના આયોજન સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી હતી. રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ કે વડોદરામાં સૌ પ્રથમવાર ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સનું આયોજન થઇ રહ્યુ છે. વડોદરા સહિત ગુજરાત માટે ગૌરવની બાબત છે. ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સમાં દેશના વિવિધ રાજ્યોના ૧૮ વર્ષથી નીચેની વયના ભાઇઓ-બહેનો માટે આ સ્પર્ધા યોજાશે. જેમાં દેશભરના ૧૫૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે. વડોદરામાં આગામી તા.૨૧-૨૨- ૨૩ જુલાઇ-૨૦૧૮ દરમિયાન ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સ યોજાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. મંત્રીએ ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સના આયોજન અંગેની માહિતી મેળવી રાજ્ય સરકાર આયોજનમાં સહયોગ આપશે તેમ જણાવ્યુ હતુ. બરોડા એથ્લેટીક એસોશિયેશનના ઉપપ્રમુખશ્રી મહેન્દ્ર મિશ્રાએ ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સના આયોજનની રૂપરેખા આપતાં જણાવ્યુ કે વડોદરાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન થાય તે માટે સંસ્કારી નગરીની આગવી પરંપરા મુજબ આ રમતસ્પર્ધાનું અસરકારક આયોજન કરવામાં આવશે. આ અવસરે એસો.ના પ્રમુખ જીતેન્દ્રભાઇ પટેલ, ગુજરાત સ્ટેટ એથ્લેટીક એસો.ના મંત્રી લક્ષ્મણ કરંજરાવકર સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા.