વર્લ્ડ કપ 2023 દરમિયાન જ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું
Live TV
-
શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં શ્રીલંકા સરકારની દખલગીરીના કારણે આઈસીસીએ તેનું સભ્યપદ રદ કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે કંઈ જ સારું ચાલી રહ્યું નથી. શ્રીલંકાની સરકારે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને ગયા ગુરુવારે શ્રીલંકાના ગૃહમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓએ સર્વાનુમતે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડીને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.
શ્રીલંકન ક્રિકેટમાં શ્રીલંકા સરકારની આ દખલગીરી બાદ ICCએ શુક્રવારે એક બેઠક બોલાવી હતી, જેમાં શ્રીલંકન ક્રિકેટની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીસીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારનો આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેથી શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. ICCએ એક સભ્ય તરીકે શ્રીલંકા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
જો ICC કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરે છે, તો તે દેશ પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ICC ઈવેન્ટનો ભાગ બની શકશે નહીં.શ્રીલંકાની ટીમ પણ આઈસીસી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને આ ઘટનાઓ તેમના ક્રિકેટ ભવિષ્ય માટે ખતરો ઉભી કરી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકા સરકારના રમત મંત્રીએ શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડની ગવર્નિંગ કમિટિ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ કારણોસર રમતગમત મંત્રી રોશન રણસિંઘે સાત સભ્યોની એક સમિતિ બનાવી હતી, જેમાં શ્રીલંકાના કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ સામેલ હતા. આ સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાને સોંપવામાં આવી હતી, જેણે શ્રીલંકા માટે એકમાત્ર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય અર્જુન રણતુંગાને બોર્ડના વચગાળાના અધ્યક્ષ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
