Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ નંબર-1 સબાલેન્કાએ સતત બીજી વખત US ઓપન જીત્યું

Live TV

X
  • શનિવારે આર્થર એશે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં બેલારુસની વિશ્વની નંબર વન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન આરીના સબાલેન્કા (27)એ અમેરિકન અમાન્ડા અનિસિમોવાને 6-3, 7-6 (7/3)થી હરાવીને સતત બીજી વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું. આ તેનો ચોથો ગ્રાન્ડ સ્લેમ છે. આ સબાલેન્કાની આ વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી. આ પહેલા તે બે વાર અમેરિકન ખેલાડીઓ સામે હારી ગઈ હતી. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે મેડિસન કીઝ સામે અને જૂનમાં ફ્રેન્ચ ઓપનમાં કોકો ગૌફ સામે હારી ગઈ હતી.  વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં તે અનિસિમોવા સામે હારી ગઈ હતી

    ગયા વર્ષે સબલેન્કાએ અમેરિકન ખેલાડી જેસિકા પેગુલાને હરાવીને પોતાનું પહેલું યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. એટલું જ નહીં, તે 2012-14માં સેરેના વિલિયમ્સ પછી યુએસ ઓપનમાં સતત ટ્રોફી જીતનારી પ્રથમ મહિલા પણ બની હતી.

    જુલાઈમાં વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં સબાલેન્કા અનિસિમોવા સામે હારી ગઈ હતી. ફાઇનલ પહેલા, આ બંને ખેલાડીઓ વચ્ચે નવ મેચ રમાઈ હતી. અનિસિમોવાએ તેમાંથી 6 મેચ જીતી છે.. ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં સબાલેન્કાને હરાવ્યા બાદ, અનિસિમોવા તેની પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ઇગા સ્વિયાટેક સામે 6-0, 6-0થી હારી ગઈ.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply