વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં આઠ ચંદ્રક જીતનાર વિશ્વની પ્રથમ બોક્સર બની મેરી કોમ, સેમિફાઇનલમાં હાર સાથે જીત્યો બ્રોન્ઝ મેડલ
Live TV
-
મેરી કોમ 48 કિલો કેટેગરીમાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે અને 51 કિલો વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ તેમનું પ્રથમ ચંદ્રક છે.
ભારતની મહિલા બોક્સર મેરી કોમની રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની 51 કિલોગ્રામ ભારવર્ગની સેમીફાઈનલમાં હાર થઈ છે. જોકે આ સાથે જ તેમણે બ્રોન્ઝ મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. સેમીફાઈનલમાં યુરોપીયન ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સાકિરોગ્લુએ મેરીકોમને 4-1થી હાર આપી હતી. મેરીકોમે આ પહેલાં 6 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ જીતેલા છે. તો વધુ એક બ્રોન્ઝ મેડલ મેળવીને તેમણે અત્યાર સુધીમાં કુલ 8 મેડલ દેશને અપાવ્યા છે. અને આ સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 8 મેડલ મેળવનાર તે પ્રથમ બોક્સર બની છે.