વિનેશ ફોગાટે 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ 5-0થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી
Live TV
-
વિનેશ ફોગાટે 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ 5-0થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી
પેરીસ ઓલમ્પિકમાં ભારતીય રેસલર વીનેશ ફોગટે ફાઈનલમાં પ્રવેશીને ઇતિહાસ રચ્યો છે. તો ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સામે ટકરાશે. ભારતીય હોકી ટીમને સેમિફાઇનલ મેચમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પણ જ્વેલિન થ્રોના ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. જેમાં તેનો પહેલો જ થ્રો 89.34 મીટર નોંધવામાં આવ્યો હતો. આજે વુમન્સ જેવલિન થ્રો ક્વોલિફેકેશન માટે અન્નુ રાની રમશે. તેમજ ઉંચી કૂદમાં સર્વેશ કુમાર તો ગોલ્ફની સ્પર્ધામાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર રમશે. સાથે વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ પાસેથી ગોલ્ડ જીતવાની આશા છે, જેને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આજે 12મા દિવસે ભારતના ખાતામાં કુલ 4 ગોલ્ડ મેડલ આવવાની આશા છે. જેમાં કુશ્તી 3000 મીટર સ્ટીપલચેઝમાં, મેરાથોન રેસ વર્લ્ડ મિક્સ્ડ રીલે ફાઈનલ અને વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ આવી શકે છે.
