વિશ્વનાથ, વંશજ અને દેવિકાએ યુથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા
Live TV
-
યુવા ભારતીય બોક્સર વિશ્વનાથ સુરેશ, વંશજ અને દેવિકા ઘોરપડેએ IBA યુથ વર્લ્ડ મેન્સ એન્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022ની ફાઇનલમાં 5-0 થી જીત મેળવી સુવર્ણ પદક જીત્યા.
સ્પેનના લા-નુસિયામાં ચાલી રહેલી ચેમ્પિયનશિપના પુરૂષોની 48 કિગ્રાની ફાઈનલ સ્પર્ધામાં વિશ્વનાથને ફિલિપાઈન્સના રોનલ સુયોમને હરાવ્યા હતા. તેણે ભારતને પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં તેનું પહેલું સુવર્ણ પદક અપાવ્યું.પુણેની દેવિકાએ ભારત માટે બીજો સુવર્ણ પદક જીત્યો હતો. તેણે ઈંગ્લેન્ડની લોરેન મેકીને હરાવીને મહિલાઓની 52 કિગ્રાની ફાઈનલ જીતી હતી. આ પછી યુથ એશિયન ચેમ્પિયન વંશે ત્રીજો સુવર્ણ પદક જીતીને ભારત માટે સકારાત્મક નોંધ પર દિવસનો અંત કર્યો. સોનીપતના આત્મવિશ્વાસુ બોક્સરને પુરૂષોની 63.5 કિગ્રાની ફાઈનલમાં જ્યોર્જિયાના ડેમુર કાઝિયાને હરાવ્યો.
ભાવના શર્માએ મહિલાઓની 48 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો. ભાવના દિવસની શરૂઆતની ફાઈનલ મેચમાં ઉઝબેકિસ્તાનની ગુલસેવર ગનીવા સામે 0-5 થી પરાજય પામી હતી. આશિષ 54 કિગ્રા સિલ્વર મેડલ મેળવ્યો.આશિષ રોમાંચક પુરૂષોની ફાઇનલમાં જાપાની બોક્સર યુતા સકાઈ સામે 1-4થી હારી ગયો હતો.
આ ચેમ્પિયનશિપની વર્તમાન આવૃત્તિમાં ભારત ટોચ પર છે. તે પછી મેડલ ટેબલમાં ઉઝબેકિસ્તાન (10), આયર્લેન્ડ (7) અને કઝાકિસ્તાન (7) છે. આ વર્ષની ચેમ્પિયનશિપમાં 73 દેશોના લગભગ 600 બોક્સરોએ ભાગ લીધો હતો. મહિલા વર્ગમાં ભારતના આઠ મેડલ પણ અન્ય દેશ કરતા વધુ છે.
અંતિમ દિવસે, ત્રણ ગોલ્ડ અને બે સિલ્વર ઉપરાંત, ચાર બ્રોન્ઝ મેડલ પણ ભારતના ખાતામાં આવ્યા છે - તમન્ના (50 કિગ્રા), કુંજરાની દેવી થોંગમ (60 કિગ્રા), મુસ્કાન (75 કિગ્રા) અને લાશુ યાદવ (70 કિગ્રા) ,સેમિફાઇનલમાં તેમનું અભિયાન સમાપ્ત થયું હતું
