ફૂટબોલ વિશ્વકપમાં યજમાન કતારને સેનેગલે 3-1 માત આપી
Live TV
-
ફૂટબોલ વિશ્વકપ 2022માં યજમાન કતારને સેનેગલે ત્રણ- એક થી હરાવ્યું છે. આ જીત સાથે સેનેગલે ગ્રૂપ-એ માં પોતાનું ખાતુ ખોલ્યું છે. બીજી બાજુ યજમાન કતારની આ સતત બીજી હાર છે અને તે વિશ્વકપથી બહાર થવાની નજીક છે. સેનેગલ તરફથી ડીએ ડીડીહો, અને ડીએનએ ગોલ કર્યા હતાં. જ્યારે કતાર તરફથી મુન્તારીએ ગોલ કર્યો હતો. બીજી બાજુ શુક્રવારે વેલ્સને હરાવીને ઈરાન ફૂટબોલ વિશ્વ કપમાં પોતાનું ખાતું ખૂલ્યું છે. ઈરાને વેલ્સની સામે 2-0થી મેચ જીતી હતી. ઈરાન તરફથી રામન રિઝાયલે ગોલ કર્યો હતો.
