વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટનુ કાઉન્ટ ડાઉન શરુ
Live TV
-
વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. અને આ સ્ટેડિયમને જોઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ અભિભૂત થઈ ગયા છે. ત્રીજી ટેસ્ટ રમવા માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ચુકી છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ મોટેરા સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટીસ શરૂ કરી હતી. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિષભ પંત, સહિતના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. આ સાથે મોટેરા સ્ટેડીયમની ભવ્યતા અને સુંદરતા જોઈ ભારતીય અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ આફરીન થયા હતા. હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, કેવિન પીટરસન સહિતના ખેલાડીઓએ ટવીટ કરી પોતાની તસવીરો શેર કરી હતી. અને સ્ટેડિયમના વખાણ કરી BCCI સેક્રેટરી જય શાહને અભિનંદન પાઠવ્યા હતા.
