વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ રમવા બંને ટીમો અમદાવાદ પહોંચી
Live TV
-
રાજ્યમાં આવતીકાલે 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ તેમજ જૂનાગઢની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે દૂરદર્શન સમાચાર સાથે ખાસ વાત કરી હતી. રાજ્ય ચૂંટણી કમિશનરે રાજ્યના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે જો કોઇ મતદાર પોતાનું મતદાન મથક જાણવા માગતા હોય તો રાજ્ય ઇલેક્શન કમિશનરની વેબસાઇટમાંથી તે અંગે માહિતી મળી રહેશે તેમ જણાવ્યું હતું. દૂરદર્શન સાથેની મુલાકાતમાં ચૂંટણી કમિશનરે જણાવ્યું કે મતદાન મથકો પર કોવિડ-19 માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે તેમજ દરેક મતદાન મથક પર માસ્ક, સેનિટાઇઝર, થર્મલગન્સ સહિતની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વધુમાં ચૂંટણી કમિશ્નરે ઉમેર્યું કે કોરોના સંક્રમિત વ્યક્તિને મતદાન કરવા માટે મતદાનનો છેલ્લો એક કલાક ફાળવવામાં આવશે. આ માટે કોરોના સંક્રમિત દર્દીએ પીપીઇ કિટ પહેરવી આવશ્યક રહેશે
