ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચ ઓસ્ટ્રેલિયા ઓપન મેન્સ સિંગલની સેમિફાઈનલમાં પહોંચ્યો
Live TV
-
નોવાક યોકોવિચની આ 300મી ગ્રાન્ડ સ્લેમ મેચ વિક્ટરી હતી. આ નવમી વખત નોવાક યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં પહોંચ્યો છે. છેલ્લા 8 વખતથી તે જ્યારે-જ્યારે સેમિફાઈનલમાં પહોંચ્યો છે ત્યારે-ત્યારે ઓસ્ટ્રેલિયન ઓપનનુ ટાઈટલ જીત્યુ છે.
ઓસ્ટ્રેલિયા મહિલા ઓપન ટેનિસ સિરિઝની સેમિફાઈનલમાં સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકા વચ્ચે ટક્કર થશે. આ પહેલાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સેરેનાએ ગત મેચમાં સિમોના હલેપને 6-3,6-3થી હાર આપી હતી અને નાઓમી ઓસાકાએ ચાઈનીઝ ખેલાડી Hsieh Su-Wei ને 6-2, 6-2થી હાર આપી હતી. હવે સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકા વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે.
બીજી તરફ પુરુષ સિંગલ ઓસ્ટ્રેલિયા ઓપન સિરિઝમાં નોવાક યોકોવિચે એલેક્ઝેન્ડર ઝ્વેર્વને 6-7(6), 6-2, 6-4, 7-6(6)થી હાર આપી હતી.