Skip to main content
Settings Settings for Dark

વિશ્વ એથલેટિક્સ અન્ડર 20 ચેમ્પિયનશીપમાં ભારતે 4x400 મીટર મિક્સ રિલેમાં જીત્યો કાંસ્ય પદક

Live TV

X
  • નૈરોબીમાં વિશ્વ એથલેટિક્સ અન્ડર 20 ચેમ્પિયનશીપમાં ભારતે 4 બાય 400 મીટર મિક્સ રિલેમાં કાંસ્ય પદક જીત્યો છે. આ અંડર-ટ્વેન્ટી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં ભારતનો પાંચમો પદક છે. ભારતીય ટીમમાં ભરત એસ, પ્રિયા મોહન, સમ્મી અને કપિલ સામેલ હતા. તો બીજી તરફ રશિયાના ઉફામાં રમાયેલી વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપમાં પુરુષોની ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં એક સિલ્વર અને પાંચ કાંસ્ય પદક સહિત કુલ 6 પદક ભારતે જીતી અભિયાન સમાપ્ત કર્યુ છે. રવિંદર 61 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલથી ચૂકી ગયા હતા. તેમને રજત પદકથી સંતોષ માનવો પડ્યો. તો યશ, પૃથ્વી પાટિલ અને અનિરુદ્ધે ભારતને કાંસ્ય પદક અપાવ્યો છે. મંગળવારે ગૌરવ બાલિયાન અને દિપકે પણ કાંસ્ય પદક જીત્યો હતો. 

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply