વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આજે ત્રણ ભારતીય મુક્કેબાજો પોતાનું કૌશલ્ય દર્શાવશે
Live TV
-
વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આજે ત્રણ ભારતીય મુક્કેબાજો પોતાનું કૌશલ્ય દર્શાવશે. નવી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 32 મેચના રાઉન્ડમાં પ્રીતિ 52 થી 54 કિગ્રામાં, બામ્બોરિયા મનાજુ 63 થી 66 કિગ્રામાં અને નીતુ ઘાંઘાસ 45 થી 48 કિગ્રાની શ્રેણીમાં ભાગ લેશે.
જાસ્મીન લમ્બોરિયા અને શશિ ચોપરાએ ગઈકાલે ચૅમ્પિયનશિપના આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. હરિયાણાની જાસ્મીને 60 કિગ્રા વર્ગમાં તાન્ઝાનિયાની ખેલાડીને હરાવીને તેના અભિયાનની શરૂઆત કરી હતી. શશિ ચોપરાએ 63 કિગ્રા વર્ગમાં કિનીયાની મવાંગી થેરેસિયાને હરાવી હતી .
