મુંબઈમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું
Live TV
-
45 રન અને 2 વિકેટ લઈને રવિન્દ્ર જાડેજા બન્યો પ્લેયર ઓફ ધ મેચ, ત્રણ મેચની શ્રેણીમાં ભારત 1-0 થી આગળ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા 35.4 ઓવરમાં માત્ર 188 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતએ 39.5 ઓવરમાં 5 વિકેટના નુકશાને 191 રન બનાવી જીત મેળવી છે. આ જીતના હીરો કે. રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી ભારતને જીત અપાવી હતી.
