વૈભવે પોતાના પહેલા બોલ પર સિક્સર ફટકારી,IPL રમનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો
Live TV
-
IPL-18ની 36મી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રને હરાવ્યું. અવેશ ખાને 20મી ઓવરમાં 9 રનનો બચાવ કર્યો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનઉએ 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન 5 વિકેટ ગુમાવીને 178 રન જ બનાવી શક્યું.
વૈભવ સૂર્યવંશી IPL રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. આઉટ થયા પછી તેણે પોતાનાં આંસુ લૂછ્યાં. ધ્રુવ જુરેલે રિષભ પંતને આઉટ કરવા માટે એક જગલિંગ કેચ પકડ્યો. શુભમ દુબેએ નિકોલસ પૂરનનો કેચ છોડી દીધો. 14 વર્ષનો વૈભવ પોતાની કારકિર્દીના પહેલા બોલ પર છગ્ગો ફટકારનાર 10મો બેટર બન્યો.