શ્રીલંકામાં ચાલતી ટી-20 શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમનો 5 વિકેટે પરાજય
Live TV
-
ભારતીય ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. શ્રીલંકાને વિજય માટે 175 રનનો ટાર્ગોટ આપ્યો હતો.
શ્રીલંકાના કોલંબોમાં ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. જેમાં શ્રીલંકાએ ટૉચ જીતતા પહેલી બેટીંગ ભારતે કરી હતી. મેચ દરમીયાન ભારતીય ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. શ્રીલંકાને વિજય માટે 175 રનનો ટાર્ગોટ આપ્યો હતો. જયારે શ્રીલંકાની ટીમે 18.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 175 રન બનાવી અને મેચને 5 વિકેટથી જીતી હતી.
શ્રીલંકાના તરફથી કુંસલ પેરારાએ 37 બોલમાં 66 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં થિસારા પેરારાએ 22 રન અને દાસુન શનાકાએ 15 રન બનાવી ટીમને જીત આપતા મેચને પૂર્ણ કરી હતી. ભારતીય ટીમની તરફથી શિખર ધવને 90 રન અને મનીષ પાંડેયે 37 રન બનાવ્યા હતા. તેમજ શ્રીલંકાની ટીમના વોશિંગ્ટન સુંદર અને યુઝવંદર ચહલે 2-2 વિકેટ લીધી હતી. કુસલ પેરારા 'મેન ઓફ ધ મેચ' થયો હતો. હવે ભારતીય ટીમના આગામી ગુરુવારને 8 માર્ચના રોજ બાંગ્લાદેશ સાથે મેદાન પર ઉતરશે.