સેલવાસની દીકરીની એથ્લેટિક તરીકે પસંદગી, ગુરૂગ્રામમાં લેશે વિશેષ તાલિમ
Live TV
-
સેલવાસાની 17 વર્ષીય જ્યોતિની એથ્લેટિક તરીકે પસંગદી થતાં શાળા અને પરિવારમાં આનંદની લાગણી પ્રસરી, મહિલા દિવસની ઉજવણી પહેલા મળી મોટી ભેટ
સેલવાસની રેડક્રોસ સ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષની જ્યોતિ પરાગ વરઠાની નેશનલ સ્પોર્ટસ ફેડરેશન ફોર ડિસેબલ દ્વારા એથલીટ તરીકે પસંદગી થઈ છે.જેના કારણે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશી જોવા મળી રહી છે.જ્યોતિ સહિત અન્ય બાળકોને 24 માર્ચથી 29 માર્ચ સુધી હરિયાણના ગુરુગ્રામમાં વિશેષ તાલિમ આપવામાં આવશે.
તાલિમ મેળવ્યા બાદ આગામી વર્ષ એટલે કે, 2019માં અબુધાબીમાં આયોજિત સ્પેશિયલ ઓલંપિક વર્લ્ડ સમર ગેમમાં ફાઈનલ પસંદગી કરવામાં આવશે. મહત્વનું છે કે જ્યોતિ પરાગ વરઠાએ 2016માં રાષ્ટ્રીય સ્તરની સ્પેશિયલ ઓલિમ્પિકમાં શોટપુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે 25 મીટર દોડમાં કાસ્ય પદક પણ પોતાને નામ કર્યો હતો.રાષ્ટ્રીય સ્તરના ઓલિમ્પિકમાં 400થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો.