Skip to main content
Settings Settings for Dark

સરકાર આગામી બે મહિનામાં દેશભરમાં એક હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપશે

Live TV

X
  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે મંત્રાલય આગામી બે મહિનામાં ખેલો ઈન્ડિયા યોજના હેઠળ દેશભરમાં એક હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા પરિકલ્પિત રમતોત્સવ, ખાસદાર ક્રિડા મહોત્સવની છઠ્ઠી આવૃત્તિનું  નાગપુરના યશવંત સ્ટેડિયમ ખાતે  અનુરાગ ઠાકુરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત માટે બજેટ ફાળવણી પર ભાર મૂકતા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પહેલા રમતગમતનું બજેટ માત્ર 800 કરોડ રૂપિયા હતું, હવે કેન્દ્ર સરકારે તેને વધારીને 3200 કરોડ રૂપિયા એટલે કે ચાર ગણું કરી દીધું છે.

    દેશના ખેલાડીઓના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા દેશમાં રમત-ગમતને અનુકુળ વાતાવરણ નહોતું પરંતુ હવે ભારતે એશિયન ગેમ્સમાં મેડલની સદી પૂરી કરીને વિક્રમ સર્જ્યો છે. મહારાષ્ટ્રની પરંપરાગત રમતો જેમ કે મલ્લખામ્બ સાથે દેશની અન્ય પરંપરાગત રમતોને રાષ્ટ્રીય અને ખેલો ઈન્ડિયા ગેમ્સનો ભાગ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવા અને ઓલિમ્પિકમાં સ્થાન અપાવવાના પ્રયાસો કરવામાં આવશે.

    આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આ રમતોત્સવમાં ભાગ લેનારાઓની સંખ્યા વધી રહી છે. આ ઉત્સવ પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે નાગપુર વિસ્તારના ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે સારા ખેલાડીઓ બને અને તેમનું પ્રદર્શન દેશનું ગૌરવ વધારશે. નાગપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કલ્પના કરાયેલ, આ 17 દિવસીય રમત મહાકુંભમાં 60 રમતોનો સમાવેશ કરવામાં આવશે જે નાગપુર શહેરના 66 મેદાનો પર રમાશે. આ રમતોત્સવમાં 1.35 કરોડથી વધુના ઈનામોનું પણ વિતરણ કરવામાં આવશે.

    આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને એક વર્ષના સમયગાળા માટે રૂ. 2 લાખનું વીમા કવચ પણ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે આ રમતોત્સવના આયોજકો, અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, કોચ અને રમત-ગમતની ટીમોના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
apply