Skip to main content
Settings Settings for Dark

સાઉથ આફ્રિકા અને પ્રવાસી ભારત વચ્ચે પાંચમી મેચ આજે પોર્ટ એલિઝાબેથમાં રમાશે

Live TV

X
  • ટીમ ઇન્ડિયાએ આ સીરીઝમાં શરૂઆતની 3 મેચો સરળતાથી જીતી. જોકે ચોથી મેચમાં વરસાદની અસર થઇ અને તેના કારણે સાઉથ આફ્રિકા જીતી ગયું. એટલે સીરીઝ અત્યારે 3-1ના સ્કોર પર છે.

    પોર્ટ એલિઝાબેથઃ યજમાન સાઉથ આફ્રિકા અને પ્રવાસી ભારત વચ્ચે 6 વન-ડે મેચની શ્રેણીની પાંચમી મેચ મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા અહીંયા એક પણ વન-ડે જીતી શક્યું નથી. હાલ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 3-1ની લીડ ધરાવે છે, જ્યારે પિંક વન-ડેમાં સાઉથ આફ્રિકાની જીતથી યજમાન ટીમનો ઉત્સાહ વધ્યો છે.છેલ્લા 26 વર્ષ દરમિયાન પોર્ટ એલિઝાબેથમાં ભારત કુલ 5 મેચ રમ્યું છે. જેમાં 4 મેચમાં સાઉથ આફ્રિકા અને 1 મેચમાં કેન્યા સામે હારનો સામનો કરવો પડ્યો છે. 2001માં કેન્યાએ ભારતને આ મેદાન પર હરાવી અપસેટ સર્જયો હતો. જોકે વિરાટ કોહલી હારની પરંપરા અટકાવવા માંગશે.ટીમ ઈન્ડિયા અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં સીરિઝ જીતવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ આ વખતે તેની પાસે મેચ જીતીને ઇતિહાસ રચવાનો સોનેરી મોકો છે. વિરાટ કોહલી તેની કેપ્ટનશિપમાં આ રેકોર્ડ બનાવવા પૂરી કોશિશ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply