Skip to main content
Settings Settings for Dark

પોર્ટ એલિઝાબેથ વન ડેઃ ભારતની ઐતિહાસિક જીત, આફ્રિકામાં 26 વર્ષમાં પ્રથમ વખત સીરિઝ જીતી

Live TV

X
  • ભારતની જીતનો હીરો રોહિત શર્મા રહ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહેલા રોહિત શર્માએ પાંચમી વન ડે મેચમાં સદી ફટકારી ટીકાકારોના મોઢા બંધ કરી દીધા હતા. રોહિત શર્માએ 126 બોલમાં 115 રન બનાવ્યા હતા.

    પોર્ટ એલિઝાબેથઃ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતેની પાંચમી વનડેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 73 રનથી હરાવીને 26 વર્ષમાં પ્રથમ વખત તેમની ધરતી પર વન ડે સીરિઝ જીતી છે. ભારતે છ વન-ડે મેચની સીરિઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા ભારત ક્યારેય સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝ જીતી શક્યું નહોતું. આ ઉપરાંત પોર્ટ એલિઝાબેથમાં પણ ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત છે. શ્રેણીની છઠ્ઠી અને અંતિમ વન-ડે 16 ફેબ્રુઆરીએ રમાશે.275 રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 42.2 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા વતી હાશિમ અમલાએ સૌથી વધારે 71 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 36 અને કેપ્ટન માર્કરામે 32 રનનું યોગદદાન આપ્યું. ભારત વતી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 તથા જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી. 115 રનની ઇનિંગ રમવા બદલ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply