ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધારતી સરિતા ગાયકવાડ
Live TV
-
ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે. તારીથ ૧૧થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડી આંબાના શ્રમિક પરિવારની દીકરીએ આ સિદ્ધી પ્રાપ્ત કરતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. કુમારી સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે રીલે દોડની શ્રેણીમાં સરિતા ગાયકવાડે બેસ્ટ ટાઇમિંગ માટે પણ રેકોર્ડ નોંધાવ્યો છે.