સેરેના વિલિયમ્સ ઇજાને કારણે અધ્વચ્ચેથી મેચની બહાર
Live TV
-
વિમ્બલડન 2021ના પહેલા રાઉન્ડના મુકાબલામાં અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને શરૂઆતના મેચ દરમિયાન બહાર થવા મજબૂર થવું પડ્યું. 7 વખતના વિમ્બલડન ચેમ્પિયન સેરેના વિલિયમ્સને બેલારુસના સાસનોવિચ સાથેની મેચમાં ઇજા થઇ. ઇજાને કારણે સેરેના અધ્વચ્ચેથી
મેચની બહાર થઈ ગયા. સાથે સાસનોવિચ બીજા પહોંચી ગયા છે.વધુમાં વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફોએ ગ્રીસના સીતસીપાસને માત આપી. આ સાથે નોવાક જોકોવિચ બ્રિટનનાં જૈક ડ્રેપરને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.
