હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું
Live TV
-
આજે બેંગલુરુ અને દિલ્લી તેમજ લખનઉ અને પંજાબ વચ્ચે મુકાબલો
ગઈકાલે IPLમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ બીજી જીત છે અને હવે તેના ચાર પોઈન્ટ થઈ ગયા છે. હેરી બ્રુકે 55 બોલમાં 100 રન ફટાકાર્યા હતા. તેની આ સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKRની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. કોલકાતા તરફથી નીતિશ રાણા અને રિંકુ સિંહે અડધી સદી ફટકારી હતી..
આજે આઈપીએલમાં બે મેચ રમાશે. પહેલી મેચ બેંગલુરુ અને દિલ્લી વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ લખનઉ અને પંજાબ વચ્ચે રમાશે
