રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની દિલ્હી કેપિટલ સામે જીત
Live TV
-
IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની જીત થઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 23 રનથી દિલ્હી કેપિટલને હરાવી દિધુ છે. મહત્વનું છે કે દિલ્હી કેપિટલની સતત પાંચમી હાર છે.
બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 20મી મેચ રમાઈ રહી છે. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલી અને કેપ્ટન ડુ પ્લેસીએ શાનદાર શરુઆત અપાવી હતી. વિરાટ કોહલીએ આજે આઈપીએલ 2023ની ત્રીજી ફિફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 174 રન રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને 175 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
મહત્વનું છે કે, 13.6, 14.1 અને 14.2 ઓવરમાં બેંગ્લોરની સતત ત્રણ વિકેટ પડી હતી. દિલ્હીની ટીમે આ ઈનિંગમાં હેટ્રિક લીધી હતી. કુલદીપ યાદવે પોતાની ઓવરમાં ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિકને આઉટ કર્યો હતો. તે પહેલા 13.6 ઓવરમાં મહિપાલ આઉટ થયો હતો. આઈપીએલના ઈતિહાસમાં દિનેશ કાર્તિક 15મી વાર 0 રન પર આઉટ થયો છે. આ સાથે તેણે મદિંપ સિંહના રેકોર્ડની બરાબરી કરી છે.
