19 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર ફ્રેન્ચ ઓપન નહીં રમે નડાલ
Live TV
-
સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ ચાલુ વર્ષે 28મી મે થી શરુ થઈ રહેલી સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ- ફ્રેન્ચ ઓપન નહિ રમે. કમરની ઈજાને કારણે નડાલે તેની સૌથી ફેવરિટ એવી ક્લે કોર્ટ પરની ગ્રાન્ડ સ્લેમ - ફ્રેન્ચ ઓપનમાં ન રમવાનું નક્કી કર્યું હતુ.. 36 વર્ષના નડાલે આ નિર્ણયની જાહેરાત કરતાં એમ પણ કહ્યું હતું કે, 2024નું વર્ષ મારી કારકિર્દીનું આખરી વર્ષ બની શકે છે. નડાલે કહ્યું , હું ફિટનેસ પર ધ્યાન આપવા માગું છુ અને આવતા વર્ષે જોશ સાથે પુનરાગમન કરતાં તમામ ગ્રાન્ડ સ્લેમ અને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવું છું. જોકે હું ક્યારે ટેનિસ કોર્ટ પર પરત ફરીશ તે હજુ નક્કી નથી.
