37મી નેશનલ ગેમ્સનો આજે સમાપન સમારોહ
Live TV
-
37મી નેશનલ ગેમ્સનો આજે સમાપન સમારોહ
37મી નેશનલ ગેમ્સનો આજે સમાપન સમારોહ ગોવાના ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડીયમમાં આયોજીત થશે. સમાપનના મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજરી આપશે. પહેલી વાર ગોવામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહારાષ્ટ્ર સૌથી વધારે મડેલ જીતી પ્રથમ સ્થાને રહ્યું. ગત વખતે સૌથી વધારે મેડલ જીતી પ્રથમ સ્થાને રહેલી સર્વિસીસની ટીમે બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. જયારે 8 ગોલ્ડ, 2 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાત 17માં સ્થાને રહ્યું છે. અગામી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડમાં યોજાશે. સમાપન સમારોહમાં નેશનલ ગેમ્સની મશાલ ઉત્તરાખંડને સોપવામાં આવશે.
