Skip to main content
Settings Settings for Dark

ICC ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ યાદીમાં ટોચ પર

Live TV

X
  • ICC ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ યાદીમાં ટોચ પર

    વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન બતાવી રહી છે. સતત જીત તરફ આગળ વધતી ભારતીય ક્રિકેટ ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ICC ODI બેટિંગ રેન્કિંગમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. વનડે રેકિંગમાં ભારતીય ટીમ હાલમાં 6290 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ હાલમાં 830 પોઈન્ટ સાથે વનડે રેકિંગમાં પ્રથમ સ્થાને છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ ચોથા સ્થાને યથાવત છે. જ્યારે રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે. 

    આઈસીસી ટોપ-10 બોલર્સમાં ભારતીય ટીમ કમાલ કરી રહી છે. મોહમ્મદ સિરાજ પણ આઈસીસી વન-ડે બોલર્સના રેન્કિંગમાં 709 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે કુલદીપ યાદવ ચોથા સ્થાને, જસપ્રીત બુમરાહ આઠમા સ્થાને અને મોહમ્મદ શમી 10મા સ્થાન પર છે.પાકિસ્તાન ટીમના બાબર આઝમ 824 પોઈન્ટ સાથે હાલમાં વનડે રેકિંગમાં બીજા ક્રમે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply