ઈંગ્લેન્ડે 160 રનથી નેધરલેન્ડને હરાવ્યું, હાર બાદ નેધરલેન્ડ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટમાંથી બહાર
Live TV
-
ઈંગ્લેન્ડે 160 રનથી નેધરલેન્ડને હરાવ્યું, હાર બાદ નેધરલેન્ડ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટમાંથી બહાર
પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે આ મેચમાં પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો. બેન સ્ટોક્સની શાનદાર સદીએ ઈંગ્લેન્ડની ટીમે આ મેચમાં પહેલી બેટીંગ કરીને 339 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. તો સામે નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રન જ બનાવી શકી હતી. આ હાર બાદ નેધરલેન્ડ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. સતત પાંચ મેચ હાર્યા બાદ ઈગ્લેન્ડ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે પહોંચી ગયું છે. વર્લ્ડ કપ 2023માં આઠ મેચ માંથી ઈગ્લેન્ડની ટીમ માત્ર બે મેચ જ જીતી શકી છે.
અત્યાર સુધી વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ માટે ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ક્વોલિફાય થઈ ચૂક્યા છે. ભારત નંબર વન, આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે ક્વોલિફાય થયું છે. તો ચોથા ક્રમ માટે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસી થશે.
