Skip to main content
Settings Settings for Dark

BCCIએ ટીમ ઈન્ડિયાને આપ્યો 125 કરોડનો ચેક, વિરાટ-રોહિત થઈ ગયા ભાવુક

Live TV

X
  • ટીમ ઈન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના રસ્તાઓ પર લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું હતું. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાએ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

    શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી હતી. જે બાદ મુંબઈના નરીમાન પોઈન્ટથી ઓપન રૂફ બસમાં વિક્ટ્રી પરેડ કરીને વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં ખેલાડીઓ ઢોલ-નગારા સાથે ડાન્સ કર્યો હતો. આ સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાએ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. 

    વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. પ્રધાનમંત્રીને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. મુંબઈ ક્યારેય નિરાશ કરતું નથી. અમારું અદ્ભુત સ્વાગત થયું. રોહિતે હાર્દિક પંડ્યાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન ઉત્સાહી ભીડે હાર્દિક.. હાર્દિકના નારા લગાવ્યા.  હાર્દિકે ભાવુક થઈને ઉભા થઈને ચાહકોનું અભિવાદન કર્યું હતું. 

    રોહિતના ભાવુક થવા અંગે કોહલીએ કહ્યું કે, મારી 15 વર્ષની કારકિર્દીમાં મેં રોહિતને આટલો ભાવુક થતો જોયો નથી. હું ડ્રેસિંગ રૂમમાં જઈ રહ્યો હતો અને રોહિત બહાર આવી રહ્યો હતો. બંને ભાવુક થઈ ગયા અને એકબીજાને ગળે લગાડ્યા. તે ક્ષણ મારા માટે ખાસ રહેશે.

    મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે.બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદની એક તસ્વીર પણ શેર કરી છે.

    T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
apply