T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી, આજે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી મોદીને મળશે ખેલાડીઓ
Live TV
-
T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી છે.
T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે દિલ્હી પહોંચી. વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓનું એરપોર્ટ પર ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હવે ભારતીય ખેલાડીઓ હોટલ જવા રવાના થઈ ગયા છે. આજે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓ પીએમ મોદીને મળવા જઈ રહ્યા છે. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે. ભારતીય ખેલાડીઓ જ્યાં રોકાશે તે એરપોર્ટ અને હોટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ટીમ આજે સવારે 6.15 વાગ્યે નવી દિલ્હી પહોંચી હતી. વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં 3 દિવસ સુધી ફસાયેલા રહ્યા બાદ ભારતીય ટીમ આખરે બુધવારે ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિશેષ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચી હતી.
દેશમાં ટીમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. આ સ્વાગત ધોનીની બ્રિગેડ જેવું જ હશે જેણે 17 વર્ષ પહેલા T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા એરપોર્ટ પહેલા હોટલમાં જશે. આ પછી પ્રધાનમંત્રી મોદના આવાસ પહોંચશે. જ્યાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ પછી મુંબઈ જવા રવાના થશે. અહીં પણ 2007માં પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ધોનીની ટીમની તર્જ પર, સાંજે 5 વાગ્યે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતની બસમાં ટીમની વિજય પરેડ થશે. ત્યારબાદ સન્માન સમારોહમાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. BCCIએ ખેલાડીઓને લાવવા માટે સ્પેશિયલ પ્લેન મોકલ્યું છે. આ પ્લેનને 'ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ' નામ આપવામાં આવ્યું છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે ખેલાડીઓ સિવાય અમે ત્યાં ફસાયેલા મીડિયા કર્મચારીઓને પણ પરત લાવી રહ્યા છીએ.