Skip to main content
Settings Settings for Dark

BCCI એ KKR ને મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવાનો આપ્યો નિર્દેશ

Live TV

X
  • ભારતીય ક્રિકેટ બોર્ડે KKR ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવા કહ્યું છે. BCCI ના એક ટોચના અધિકારીએ આ અંગે આપી માહિતી.

    વધુ માહિતી અનુસાર BCCI ના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, IPL ફ્રેન્ચાઇઝ KKR ને બોર્ડ દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે KKR રહેમાનની જગ્યાએ બીજા ખેલાડીને લઈ શકે છે.

    અહેવાલ  મુજબ BCCI ને IPL માંથી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવા અંગે ભારત સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી.

    કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2026 ની હરાજીમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસા બાદ, ભારતમાં અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનોએ KKR ના IPL માટે મુસ્તફિઝુર રહેમાનને હસ્તગત કરવાના નિર્ણયની ટીકા કરી છે અને તેને લીગમાં તક ન આપવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.

    30 વર્ષીય મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના ટોચના ફાસ્ટ બોલર છે અને વિશ્વભરની લીગમાં રમે છે. તે 2016 થી IPLમાં રમી રહ્યો છે. તે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને CSK માટે રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 60 મેચોમાં 65 વિકેટ લીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply