Skip to main content
Settings Settings for Dark

BCCI દ્વારા પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

Live TV

X
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ સોમવારે મોડી રાત્રે પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે.

    ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યું ન હતું. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આ વર્ષે જૂન સુધી, એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 1 થી 29 જૂન દરમિયાન આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે.

    અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી રહેશે.

    "બીસીસીઆઈએ સોમવારે સિનિયર મેન્સ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. આ પદ માટે અરજીઓ 27 મે, 2024 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સબમિટ કરવી જોઈએ." એમ બીસીસીઆઈના એક નિવેદનમાં જણાવાયું છે.

    પસંદગી પ્રક્રિયામાં અરજીઓની સંપૂર્ણ સમીક્ષા સામેલ હશે, ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું મૂલ્યાંકન થશે.

    સંભવિત મુખ્ય કોચ માટે બીસીસીઆઈ દ્વારા નિર્ધારિત લાયકાત નીચે મુજબ છે:

    1- ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચો અથવા 50 વન ડે મેચ રમી હોય અથવા ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ રમતા રાષ્ટ્રના મુખ્ય કોચ રહ્યા હોય;

    2- ઓછામાં ઓછા 3 વર્ષના સમયગાળા માટે એસોસિયેટ સભ્ય/ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ અથવા સમકક્ષ આંતરરાષ્ટ્રીય લીગ/ફર્સ્ટ ક્લાસ ટીમ/અથવા રાષ્ટ્રીય એ ટીમના મુખ્ય કોચ હોવા જોઈએ.
    3- તેની પાસે બીસીસીઆઈ લેવલ 3 પ્રમાણપત્ર અથવા સમકક્ષ હોવું આવશ્યક છે; અને ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply