IPL 2024: અમદાવાદમાં પડેલા વરસાદથી GT vs KKRની મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાંથી બહાર
Live TV
-
અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી.
અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. જેને પગલે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાંથી બહાર ફેંકાઇ ગયું છે. બીજી તરફ કોલકાતાનું ટોપ-2માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
IPL 2024ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, હાલ મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 5મા સ્થાને, દિલ્હી કેપિટલ્સ છઠ્ઠા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ 7મા સ્થાન પર છે. આવનારી મેચો આ ત્રણેય ટીમ માટે પ્લેઓફની સફર નક્કી કરશે. તો બીજી તરફ, કોલકાતાની ટીમ હાલ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈને સૌથી ટોપ પર છે. ત્યાર બાદ બીજા ક્રમે રાજસ્થાન રોયલ્સ, ત્રીજા ક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ચોથા ક્રમ પર સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છે.
આજે સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાનાર છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ જીતવી બંને ટીમો માટે ખુબ જ મહત્વની છે.
