ICC T20 વર્લ્ડકપમાં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે યોજાશે મુકાબલો
Live TV
-
ભારતીય સમય મુજબ આજે બપોરના સાડા બાર વાગ્યાથી મેચ રમાશે.
ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલા વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં ભારત સુપર 12 સ્ટેજની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે રમશે. અને નેધરલેન્ડની આ મેચ ભારતીય સમય મુજબ આજે બપોરના સાડા બાર વાગ્યાથી રમાશે. પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને ધમાકેદાર શરુઆત કરનાર ભારતીય ટીમની બીજી મેચમાં જીત હાંસલ કરે તેવી ઇચ્છા છે. ભારત ભારતે સ્પર્ધાની પહેલી મેચમાં પાકિસ્તાન સામે વિજય મેળવીને ગ્રુપ-બેમાં બે અંકો સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે આજે મેલબોર્નમાં રમાનારી મેચ વરસાદના કારણે રદ કરાઈ છે. બાંગ્લાદેશ - દક્ષિણ આફ્રીકા અને પાકિસ્તાન - ઝિમ્બાબ્વે વચ્ચે અન્ય મેચ રમાશે.
