Skip to main content
Settings Settings for Dark

IND vs ENG: બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 555/8, રુટની બેવડી સદી

Live TV

X
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે બીજા દિવસે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે 8 વિકેટે 555 રન બનાવી લીધા છે.  ભારત તરફથી બુમરાહ, ઇશાંત, અશ્વિન અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ ઝડપી છે.

    ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકારી હતી. ભારતીય જમીન પર છેલ્લા 10 વર્ષમાં બેવડી સદી ફટકારનાર રુટ પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો છે. તેણે 218 રનની ઇનિગ્સ રમી હતી. આ ટેસ્ટ મળીને તેને છેલ્લી ત્રણ ટેસ્ટમાં 2 બેવડી સદી ફટકારી છે. આ પહેલા શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં તેણે 228 રનની ઈનિંગ્સ રમી હતી અને બીજી ટેસ્ટમાં 186 રનની ઈનિંગ્સ રમી હતી. ટે સતત 3 કે તેથી વધુ ટેસ્ટમાં 150 રનની ઈનિંગ્સ રમાનાર દુનિયાનો 7મોં બેટ્સમેન બન્યો છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ 2007માં સૌથી વધુ સતત 4 ટેસ્ટમાં 150+ રનની ઈનિંગ્સ રમી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply