#INDvSA: બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમ પુણે ખાતેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ભારતે પ્રથમ દાવમાં વિરાટ કોહલીના અણનમ 254, મયંક અગ્રવાલના 115 રન, તેમજ રવિન્દ્ર જાડેજા 91, અજિંક્ય રહાણે 59 અને ચેતેશ્વર પુજારા 58 રને કુલ 601 રન કરી દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા છે. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. નાઈટ વોચમેન એનરિચ નોર્ટજે અને બ્રૂઇન ક્રિઝ પર ઉભા છે. ભારત માટે ઉમેશ યાદવે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી.ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ પોતાના કેરિયરની સાતમી બેવડી સદી ફટકારી હતી.અને તે ભારત તરફથી સૌથી વધુ ઓલટાઈમ લિસ્ટમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે