Skip to main content
Settings Settings for Dark

IPLમાં આજે બે મુકાબલા થશે

Live TV

X
  • IPLમાં આજે બે મુકાબલા થશે, ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની 4 વિકેટે થઈ હાર

    IPLમાં આજે બે મુકાબલા થશે. જેમાં પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તો બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થવાની છે. 

    બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી મેચમાં RCB એ ગુજરાત ટાઇટન્સને 4 વિકેટે હરાવ્યું હતું અને તેની સતત ત્રીજી અને સિઝનમાં ચોથી જીત નોંધાવી હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બેંગલુરુના બોલરોએ ગુજરાતને માત્ર 147 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી, ફાફ ડુ પ્લેસિસની વિસ્ફોટક ઇનિંગે બેંગલુરુની જીત સુનિશ્ચિત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં અચાનક 6 વિકેટ ગુમાવ્યા બાદ હારનો ખતરો મંડરાઈ રહ્યો હતો. અંતમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે 14મી ઓવરમાં જ ટીમને જીત અપાવી હતી.

    બેંગલુરુએ માત્ર 25 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી અને મેચ રોમાંચક બની ગઈ. ગુજરાત માટે જીતની આશા જાગી હતી પરંતુ દિનેશ કાર્તિક (21) અને સ્વપ્નિલ સિંઘ (15) એ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. બંનેએ માત્ર 18 બોલમાં 35 રનની અણનમ ભાગીદારી કરી અને 13.4 ઓવરમાં ટીમને જીત અપાવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply