IPLમાં આજે RR અને DC વચ્ચે અને બીજી મેચમાં MI અને CSK વચ્ચે થશે ટક્કર
Live TV
-
આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવી દીધું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. જ્યારે લખનૌની ટીમે 5 વિકેટ ગુમાવીને 127 રન બનાવી મેચ જીતી લીધી હતી. લખનૌની ટીમમાંથી સૌથી વધુ કેપ્ટન કે. એલ. રાહુલે 35 અને કૃણાલ પંડ્યાએ 34 રન બનાવ્યા હતા. આ સાથે જ લખનૌના સ્પીનર્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તો IPLમાં આજે 2 મેચ રમાશે. પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. જ્યારે બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે.
